રાજય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પર્દાપણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. રાજય સરકારના સુશાસનના આજે બે વર્ષ પૂર્ણ થતા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એફપીઓના પ્રતિનિધિઓ સાથેના સંવાદમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર ખેતીમાં નવીનીકરણ અને સુધારા માટે સતત પ્રયાસો કરી રહી છે.
આ તકે મુખ્યમંત્રીએ એફપીઓના માધ્યમથી ખેડૂતોને સામૂહીક ખેતી કરવા માટે ભારપૂર્વરક અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું લોન્ચ કર્યું હતું. રાજયભરમાંથી આવેલા એફપીઓને વિવિધ સહાયના ચેક અર્પણ કર્યા હતા.
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:33 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી