ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બનાવવા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોની નિમણૂક કરવામાં આવી છે.
સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ બજાવશે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ જિલ્લા હોસ્પિટલમાં ૧૩૨, ૫૧ પેટા જિલ્લા હોસ્પિટલમાં ૧૧૯, ૨૨૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની કુલ ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ ૧૨૭૨ જગ્યાઓ પૈકી ૧૧૧૦ તબીબોને નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી ૧૬૨ જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે.
Site Admin | જુલાઇ 26, 2024 8:56 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | Health | આરોગ્ય