રાજયમાં આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનના ઘટાડાથી ઠંડકનો અહેસાસ થાય તેવી શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે હવામાન ખાતાની આગાહી અનુસાર દેવ દિવાળી બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે પરંતુ હાલ તો આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ નથી.
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ડીસાના રહેવાસીઓને ગરમીનો અનુભવ કર્યો છે કારણ કે ગુજરાત રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ સાથે ડીસા પ્રથમ ક્રમાંક ઉપર હતું જ્યારે લઘુતમ તાપમાનમાં 24 કલાક દરમિયાન અમરેલી અને ગાંધીનગરમાં 19.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત અમદાવાદ શહેરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે પરંતુ હજુ પણ અમદાવાદના શહેરીજનોને દિવસે અને રાત્રે ગરમીનો અનુભવ થશે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ મહત્તમ તાપમાન રહીને 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 3.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 21.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 8, 2024 6:31 પી એમ(PM) | ઠંડક