રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 27 ટકા અનામત કર્યા પછી કાયદાકીય ગૂંચ ન હોય તેવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવાનું રાજ્ય ચૂંટણીપંચનાં કમિશ્વનર એસ. મુરલી કિષ્નાએ જણાવ્યું… (બાઇટ- એસ.મુરલી ક્રિષ્ના, રાજ્ય ચૂંટણી કમિશનર) ચૂંટણીની જાહેરાત સાથે જ હવે જે જીલ્લાઓમાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેવા જીલ્લાઓમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે (બાઇટ- એસ.મુરલી ક્રિષ્ના, રાજ્ય ચૂંટણી કમિશનર) જ્યારે રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં અનામતની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરાશે.બીજી તરફ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલી ચૂંટણીનાં કાર્યક્રમને ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા આવકારવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 21, 2025 7:25 પી એમ(PM) | મહાનગરપાલિકા ચૂંટણી
રાજયની 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર – 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ પરીણામ
