રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે. રાજય સરકાર દ્વારા યોજયેલા મહાકુંભમાં 15થી 20 વર્ષની વયજુથમાં ગરબા કૃતિમાં ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બોરખડીની ટીમ પ્રથમ ક્રમાંકે, 6 થી 14 વર્ષની વયજુથમાં વ્યારાના વિદ્યાર્થી યશકુમાર ગામીત દ્વિતીય ક્રમે વિજેતા થયા છે.
આ ઉપરાંત 21 થી 59 વર્ષની વયજુથમાં રાસ અને ગરબા કૃતિમાં કસ્તુરબા અદ્યાપન મંદિર બોરખડીની વિદ્યાર્થીનીઓની ટીમે અનુક્રમે તૃતીય અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. લોકગીત/ભજન ની વ્યક્તિગત કૃતિમાં પ્રજ્ઞાબેન પટેલ તૃતીય ક્રમે વિજેતા થયેલ છે.
Site Admin | માર્ચ 27, 2025 7:27 પી એમ(PM)
રાજયકક્ષા કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં તાપી જિલ્લાના કલાકારો વિજેતાઓ બન્યા છે.
