રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી 16મી GRIHA સમિટમાં આ ઍવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહને GRIHA રેટિંગ પ્લેક અને શીલ્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, TERI -ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યુટ અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય, ભારત સરકાર દ્વારા GRIHA રેટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 3:31 પી એમ(PM) | ગુજરાત
રાજધાની દિલ્હી સ્થિત ગુજરાત સરકારના રાજ્ય ભવન ‘ગરવી ગુજરાત ભવન’ને (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ) GRIHA દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું
