રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકંસ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6 હજાર 779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ. સિવિલ હોસ્પિટલના વડા ડૉક્ટર મોનાલી માકડીયા જણાવે છે કે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં 586 સર્જરી કરાઇ છે. તેમણે ઉમેર્યું કે રાજકોટ સિવિલ ખાતે રાજ્યની પ્રથમ સ્કિન બેન્ક વર્ષ 2023થી કાર્યરત છે. આજ સુધીમાં 46 જેટલા સ્કિન ડોનેશન મળ્યા છે. 40 બેડનીઅલાયદી ઈન્ડોર સુવિધા, બે મોડ્યુલર ઓપરેશન થીએટર સહિતની વ્યવસ્થા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:23 પી એમ(PM) | પ્લાસ્ટિક સર્જરી
રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકંસ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6 હજાર 779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ
