રાજકોટ શહેર ખાતે કોલેરાનો કેસ નોંધાતા જિલ્લા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. કલેકટર પ્રભવ જોષીએ દુષિત પાણી પીવાથી અને તેના વપરાશથી બનતા અને બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થના વેચાણ પર કેટલાંક નિયંત્રણો લાદ્યા છે.
જેમાં શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતા આ રોગથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે હેતુથી તેના વેચાણ પર પ્રતિબંધો લાદી દેવાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:05 એ એમ (AM) | રાજકોટ