ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 9:39 એ એમ (AM)

printer

રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

રાજકોટ મુખ્ય પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અરજદારોને સરળતા પડે, તેઓનો સમય બચે તે હેતુથી વિશેષ વ્યવસ્થા કરી ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા છે.
જેમા એક કાઉન્ટરનો સમય સવારે ૮ થી સાંજના ૪ કલાક સુધી જેમા સવારે ૮ થી ૯:૪૫ દરમિયાન ટોકન આપવામા આવશે. બીજા કાઉન્ટરનો સમય સવારે ૧૦ થી સાંજના ૬ કલાક સુધી રહેશે જેમા પૂછપરછ કાઉન્ટર પરથી ૯:૪૫થી ટોકન આપવામા આવશે.
આ બન્ને કાઉન્ટરમાં નવા આધાર કાર્ડ તથા આધાર કાર્ડમાં જરૂરી ફેરફાર કરવા માટે, તથા કાઉન્ટર ૩ પરથી સવારે ૯ કલાક થી સાંજના ૫ કલાક દરમિયાન ફક્ત મોબાઇલ નંબર અપડેટ કરવાની કામગીરી કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ