રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું રૂ.ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો 150 કરોડ રૂપિયાનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં છ કરોડ રૂપિયાનો વધારો કરીને નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, સ્ટેન્ડિંગ કમિટીએ આ સૂચનને ફગાવી દીધું છે.બજેટમાં શહેરમાં નવા સ્કાય વોક અનેઓવર બ્રિજ બનાવવાની, શહેરના ચાર સ્થળે આકર્ષક એન્ટ્રી ગેટ, થીમ આધારિત ઓકસીજન પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરનાં જયુબિલી શાક માર્કેટનું નવીનીકરણ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 6:36 પી એમ(PM) | રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ત્રણ હજાર 118 કરોડ રૂપિયાનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર
