રાજકોટ ખાતે રમાયેલી આર્યલેન્ડ સામેની પહેલી મહિલા ક્રિકેટ એક દિવસીય મેચમાં ભારતનો છ વિકેટે વિજય થયો હતો. પ્રતિકા રાવલના આક્રમક 89, તેજલ હસાબનીસના 53 તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાના 41 રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો.
ટોસ જીતીને પ્રવાસી આર્યલેન્ડની ટીમે નિર્ધારીત પચાસ ઓવરમાં સાત વિકેટે 238 રન કર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ પ્રતિકા રાવલને જાહેર કરાઇ હતી.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:12 પી એમ(PM) | મહિલા ક્રિકેટ