રાજકોટ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર પર 44 રનની સરસાઇ મેળવી લીધી છે.રમતના બીજા દિવસના અંતે ગુજરાતે ચાર વિકેટે 260 રન બનાવી લીધા છે. જયમિત પટેલ 88 અને ઉર્વિલ પટેલ 29 રને રમતમાં છે. સૌરાષ્ટ્ર તરફથી ચિરાગ જાનીએ બે અને જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ સૌરાષ્ટ્ર તેની પહેલી ઇનિગમાં 216 રન બનાવીને ઓલ આઉટ થઇ ગયું હતું.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 3:17 પી એમ(PM)
રાજકોટ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્ર પર 44 રનની સરસાઇ મેળવી લીધી છે
