રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે.આગામી દિવસોમાં અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ ૧૦થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે.એરપોર્ટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એરપોર્ટ ખાતે આયાત-નિકાસ માટે ચીજોનાં લોડીંગ-અનલોડીંગ માટે મંજુરી આપવામાં આવી છે.આ સુવિધાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકો દેશ પરદેશમાં વિમાન દ્વારા માલસામાન મોકલી શકશે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 3:37 પી એમ(PM) | રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક
રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે
