રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. જે મુજબ સંભવત: 15 મી ઓગસ્ટ થી મુસાફરો માટે, હાલ નિર્માણ આધીન ટર્મિનલ શરૂ થઈ જશે આ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટના મુસાફરો માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ સાથે જ રાજકોટનું વિશ્વના અન્ય દેશો સાથે હવાઈ માર્ગે જોડાણ શરૂ થશે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેના ટર્મિનલનું બાંધકામ હજુ ચાલી રહ્યું હોવાથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા હજુ સુધી શરૂ થઈ શકી નથી. જે પૂર્ણ થતા જ સેવાઓ શરૂ કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 13, 2024 7:56 પી એમ(PM)
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનામાં વિદેશી વિમાની સેવા શરૂ કરવામાં આવશે
