રાજકોટમાં સૌની યોજના હેઠળ ત્રણ કરોડ 48 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું.
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે જિલ્લાના આજે આણંદપર તથા દેવડા ગામે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવામાં આવશે.
આ પ્રસંગે દેવડા ગામમાં યોજાયેલી જનસભાને સંબોધતા કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ૨,૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી થતાં લોધિકા તાલુકાના છાપરા, દેવડા, મોટાવડા, પાંભર ઇટાળા, લક્ષ્મી ઇટાળા, પડધરી તાલુકાના નાનાવડા અને નાના ઇટાળા વગેરે ગામોને લાભ થશે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 3:18 પી એમ(PM) | વિકાસ કાર્યો