રાજકોટમાં પરંપરાગત “ધરોહર લોકમેળા”નું ઉદઘાટન થયુ હતું. આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચદિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ લોકમેળાનો આરંભ કરાવ્યો હતો.. રાઘવજી પટેલે મહિલા આર્ટ અને ક્રાફ્ટનાસ્ટોલ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારીશક્તિ મહોત્સવ અંતર્ગતઆયોજિત સરસ મેળો પણ ખુલ્લો મુક્યો હતો. મંત્રીશ્રીએ લોકમેળા ગ્રાઉન્ડમાં રાજકોટપોલીસ દ્વારા આયોજિત પ્રદર્શન કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત ગ્રાહકસુરક્ષા કેન્દ્રના સ્ટોલ તેમજ આત્મા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું પણ ઉદઘાટન કર્યુંહતું. લોકમેળામાં બનાવાયેલા ડોમમાં વિવિધકલાકારોએ સાંસ્કૃતિક લોકનૃત્યો રજૂ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું…
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:04 પી એમ(PM)