વિધાનસભામાં ખ્યાતિ હોસ્પિટલના મુદ્દે પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતા આરોગ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યુ હતું કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી છે તેમજ આરોપી કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે.ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઇ તબીબ પર સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો હોવાનો પણ તેમણે તેમના જવાબમા ઉલ્લેખ કર્યો હતો.ખ્યાતિ ઘટના પહેલા PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજ્યમાં કુલ 52 હોસ્પિટલ અને 3 તબીબ તેમજ ઘટના બાદ 22 હોસ્પિટલ અને 6 તબીબ મળીને 74 હોસ્પિટલ અને 9 તબીબ સસ્પેન્ડ કરાયા હોવાની તેમણે માહિતી આપી હતી.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 7:59 પી એમ(PM) | ખ્યાતિ હોસ્પિટલ
રાજકોટની હોસ્પિટલમાં વીડીયો અપલોડ કરવાનો કેસ અને ખ્યાતિ હોસ્પિટલના મામલે ત્વરિત અને યોગ્ય કાર્યવાહી કરાઇ હોવાનો સરકારનો વિધાનસભામાં જવાબ
