ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2024 7:40 પી એમ(PM)

printer

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો હતો. જેમાં આનંદ પ્રમોદની પ્રવૃતિઓ સાથે લોકોમાં જાગૃતિ આવે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ મૂકાયા હતા. જેમાં NDRF અને SDRFના ડોમ પણ મૂકાયા છે. નાગરિકોને આગ, પૂર કે ભૂકંપની સ્થિતિમાં રાખવાની તકેદારી તેમજ સ્વબચાવ વિશે માહિતી આપવામાં આવી રહી છે.
જેતપુરમાં જન્માષ્ટમીનો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો.. જેનુ સૌરાષ્ટ્રમાં અનોખુ મહત્વ છે. લોકોની સુરક્ષા માટે મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા સમગ્ર મેળામાં સી.સી.ટી.વી ની બાજ નઝર રાખવામાં આવી છે. બીજી તરફ ફાયર સેફટીને લાગતી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં છેલ્લા અઢીસો વર્ષથી ઉજવાતા ચાર દિવસીય મેઘરાજા-છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આજે સાતમ નિમિત્તે ભોયવાડ સ્થિત ઘોઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મિકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ