રાજકોટનાં પૂર્વ વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જમીન પૈકીની શ્રી સરકાર થયેલી કુલ ૨૨,૫૬૧ ચોરસ મીટર જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બાંધકામ કરાયેલા 15 કોમર્શિયલ બાંધકામોનું ડેમોલિશન કરીને જગ્યાઓને દબાણ મુક્ત કરવામાં આવી રહી છે. અંદાજિત ૫૦ કરોડ રૂપિયાની ૨૨,૫૬૧ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.
આ અંગે રાજકોટ (પૂર્વ)ના મામલતદાર એસ. જે. ચાવડા એ કહ્યું કે, આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવવામાં આવી હતી. અનઅધિકૃત કબ્જો ખાલી કરવા ૭ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડેમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.
Site Admin | જુલાઇ 9, 2024 3:47 પી એમ(PM) | ગેરકાયદે બાંધકામ | રાજકોટ