15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર તિરંગા અભિયાનનાં ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવશે.
રાજકોટ ખાતેથી આજે સવારે 10 વાગે શરૂ થનારી આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ જે.પી.નડ્ડા અને સી.આર. પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતનાં મંત્રીઓ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ‘હર ઘર તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ રાજકોટથી થશે.
કચ્છ જિલ્લાકક્ષાની તિરંગા યાત્રાનું ભુજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. આજે જિલ્લાના પદાધિકારીઓ જ્યુબિલી ગ્રાઉન્ડથી સવારે ૯.૦૦ કલાકે આ યાત્રાને પ્રસ્થાન કરાવશે.
ગઇકાલે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા હતા. સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:55 એ એમ (AM)