રાજકોટકના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 28મી ઓગસ્ટ સુધી ચાલનાર લોકમેળા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. જેને લઈ લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે આદેશો જારી કરાયા છે.
અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે ટ્રાફિક વ્યવસ્થાપન માટે વિવિધ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ, ફ્રી પાર્કિંગ માટેના આદેશો જારી કરાયા છે. જેમાં આઠ સ્થળ પર પ્રવેશબંધી કરવામાં આવી છે અને મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે. ફ્રી વાહન પાર્કિંગ માટે સત્તરથી વધુ સ્થળ જાહેર કરાયા છે. ફક્ત પ્રાઈવેટ વાહનો માટે ૨૮મી ઓગસ્ટના રોજ લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલી રહેશે.
સરકારી ફરજ પરના વાહનોને આ જાહેરનામું લાગું નહીં પડે. વધુમાં કમિશનરે જણાવ્યું છે કે, આ હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:39 એ એમ (AM) | લોકમેળા