રશિયા – યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ દરમિયાન રશિયન સેનાએ પૂર્વીય યુક્રેનના વધુ એક શહેર પર કબ્જો કરી લીધો છે. રશિયન સેનાએ ડોનેસ્કના જાલિજને શહેર પર કબ્જો કરતા અંદાજે 53 હજાર લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. રશિયાના સરંક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતા એક નિવેદનમાં કહ્યું છે કે રશિયન દળો ડોનેસ્ક વિસ્તારમાં ટોરેસ્ક અને પોકરોવસ્ક તરફ આગળ વધી રહ્યા છે.
રશિયા જાલિજનેને સોવિયત કાળથી અર્ટિયોમોવો નામથી ઓળખે છે. તેને માઇનિંગ ટાઉન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તરફ રશિયાના કુસર્કના મોટાભાગ પર નિયંત્રણ મેળવી ચૂકેલી યુક્રેનની સેના પણ સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેન સેનાએ કહ્યું છે કે તેણે અહીં એક પૂલ નષ્ટ કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:14 એ એમ (AM) | #aakahvani #aakashvaninews