રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. શ્રી લવરોવે રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી સાથેની મુલાકાતમાં કહ્યું કે રશિયા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે રશિયા માટે અવરોધો ઉભા કરનારાઓને વિરોધનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે રશિયા સંઘર્ષને સમાપ્ત કરવામાં રસ ધરાવે છે. તેમણે કહ્યુંકે સુરક્ષાના મુખ્ય કારણો પર ધ્યાન આપવું જોઈએ. તેમણે કહ્યું કે નાટોનું પૂર્વ તરફ વિસ્તરણ યુક્રેન સંકટનું મુખ્ય કારણ છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 7:00 પી એમ(PM)