રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતની મુલાકાતે આવશે. રશિયન વિદેશ મંત્રીના મતે, પુતિનની દિલ્હી મુલાકાત માટે ‘હાલમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે’. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર કહે છે કે, “ભારત-રશિયા સંબંધો એટલા મજબૂત છે કે બદલાતી દુનિયામાં પણ, તેઓ પરસ્પર હિતોને અનુસરીને વિશ્વ કલ્યાણનો માર્ગ શોધે છે.”
રશિયા અને ભારતના વિદેશ મંત્રીઓએ આજે રશિયન આંતરરાષ્ટ્રીય
બાબતો પરિષદ દ્વારા આયોજિત, ‘રશિયા અને ભારત: નવા દ્વિપક્ષીય કાર્યસૂચિ તરફની પરિષદને, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું. ગયા વર્ષે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારત-રશિયા વાર્ષિક સમિટ અને બ્રિક્સ સમિટ દરમિયાન બે વાર મળ્યા હતા.
Site Admin | માર્ચ 27, 2025 8:12 પી એમ(PM)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતની મુલાકાતે આવશે.
