રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોની દુર્લભ ખનીજો અમેરિકાને આપવા તૈયાર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા, યુક્રેનને સમર્થનના બદલામાં તેના ખનિજ સંસાધનો મેળવવાનાં કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. એવા અહેવાલોને પગલે પુતિનનું આ નિવેદન આવ્યું છે.
એક સરકારી ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં, શ્રી પુતિને કહ્યું કે, રશિયા તેના નવા કબજા હેઠળના પૂર્વ યુક્રેન પ્રદેશો સહિત ખાણકામ પ્રોજેક્ટ્સ પર વિદેશી કંપનીઓ સાથે કામ કરવા તૈયાર છે.
બીજી બાજુ, યુક્રેન ખનીજનાં સોદાને અંતિમ ઓપ આપવા ટ્રમ્પ વહીવટીતંત્રનાં દબાણનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પ યુક્રેનને 500 અબજ ડોલરની સહાયનાં બદલામાં ખનીજોની માંગણી કરી રહ્યા છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:50 એ એમ (AM) | રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયા યુક્રેનના રશિયાના કબજા હેઠળના વિસ્તારોની દુર્લભ ખનીજો અમેરિકાને આપવા તૈયાર છે.
