રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી છે. દૂતાવાસે રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે તણાવ વધ્યા બાદ આ વિસ્તારમાં સલામતી અંગેની ચિંતાને ટાંકીને આ વાત કહી છે.
ભારતીય દૂતાવાસે આ સલાહ રશિયાના બેલગોરોદ સરહદી વિસ્તારમાં કટોકટી જાહેર થયાના થોડા જ કલાક બાદ જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, બ્રાયંસ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં હાલની સલામતી ઘટનાઓને ધ્યાનમાં રાખી ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને અસ્થાયી રીતે આ વિસ્તારમાંથી બહાર જતા રહેવા સલાહ આપવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 2:41 પી એમ(PM) | રશિયા
રશિયાના બ્રાયન્સ્ક, બેલગોરોદ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત પોતાના નાગરિકોને સલામત સ્થળ પર અસ્થાયી રીતે જવા માટે બુધવારે ભારતીય દૂતાવાસે સલાહ આપી
