શિયાએ ગઈકાલે સુદાનમાં તાત્કાલિક યુદ્ધ વિરામની હાકલ કરતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ સામે વીટો કર્યો છે.દક્ષિણ આફ્રિકાના દેશ સિએરા લિયોન અને યુકે દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવમાં સુદાનમાં તમામ પક્ષકારોને તાત્કાલિક ધોરણે દુશ્મનાવટ બંધ કરવા તેમજ યુદ્ઘ વિરામ પર વાતચીત કરવા માટે અપીલ કરવામાં આવી છે.આ પ્રસ્તાવ નાગરિકોની સુરક્ષિત અવર-જવર તેમજ માનવ સહાય સહિતના અન્ય પગલાઓને સુનિશ્ચિત કરવા વાટાઘાટો અર્થે એક મંચ પર આવવા દરખાસ્ત કરાઈ છે.બ્રિટનના વિદેશ સચિવ ડેવીડ લેમીએરશિયાની આ પ્રતિક્રિયાને અસ્પષ્ટ અને ઉદ્ધત ગણાવી છે.તો સામે પક્ષે રશિયાએ બ્રિટન પર સુદાનની બાબતોમાં દખલ કરવાનો આરોપ મૂક્યો છે.15 સભ્યોની સુરક્ષા પરિષદમાં રશિયા એકમાત્ર સભ્ય છે,જેણે આ દરખાસ્ત વિરુદ્ધ મતદાન કર્યું છે.
Site Admin | નવેમ્બર 19, 2024 2:18 પી એમ(PM) | વીટો