રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 200 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં આવેલા સૈન્ય શિક્ષણ સંસ્થાન પર કરાયો હતો.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સંદેશમાં તેમને પોલ્ટાવામાં રશિયન હુમલાની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું, આ હુમલામાં દૂરસંચાર સંસ્થાનની એક ઇમારતને નુકસાન પહોંચ્યું છે. રાષ્ટ્રપ્રમુખે હુમલા બાદ રાહત કાર્યમાં મદદ કરનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 2:17 પી એમ(PM)