રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કિવ પર કેટલાંક ડ્રોન હૂમલા કર્યા હતા. યુક્રેનનાં દળોએ જણાવ્યું હતું કે, તેણે રશિયાનાં 73માંથી 67 ડ્રોન અને ત્રણમાંથી એક મિસાઇલને તોડી પાડી છે. આ હૂમલામાં કોઇ જાનહાનિનાં અહેવાલ નથી.એક સંબંધિત ઘટનાક્રમમાં, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટીને પુનરોચ્ચાર કર્યો હતો કે મોસ્કોયુક્રેનમાં તેનાં લક્ષ્યો હાંસલ કરશે. શ્રી પુટિને રશિયાએ યુક્રેનનાં ચાર પ્રાંતોપર કબ્જો મેળવ્યો તે દિવસ- રિયુનિફિકેશન ડેની બીજી વર્ષગાંઠે વિડિયો સંદેશ જારી કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 5:25 પી એમ(PM)