રશિયાએ આજે યુક્રેન પર રાજધાની અને અન્ય પ્રદેશો પર મિસાઇલો અનેડ્રોન વડે હુમલો કર્યો હતો. યુક્રેને જણાવ્યું હતું કે તેણે રશિયા દ્વારા છોડવામાં આવેલી 21 મિસાઇલોમાંથી છને તોડી પાડી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કિવ પ્રદેશમાં એક મહિલા ઘાયલ થઈ હતી, જ્યાં એક ખાનગી મકાનને નુકસાન થયું હતું. ઉત્તરપૂર્વીય સુમી પ્રદેશના સત્તાવાળાઓએ શોસ્ટકા શહેરની નજીક હુમલો થયો હોવાની જાણકારી આપી હતી.આ હુમલાથી 12 રહેણાંક ઇમારતો તેમજ બે શૈક્ષણિક સંસ્થાઓને નુકસાન થયું હતું. યુક્રેનિયન વાયુસેનાએ દેશના અન્ય કેટલાક પ્રદેશોને નિશાન બનાવતા મિસાઇલો અને ડ્રોન દ્વારા હુમલા થયા હોવાની પણ માહિતી જાહેર કરી હતી. દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેના દળોએ યુક્રેનિયન એરબેઝ અને ગનપાઉડર ફેક્ટરી પર હુમલો કર્યો હતો
Site Admin | ડિસેમ્બર 31, 2024 7:56 પી એમ(PM)