કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે રશિયન સૈન્યમાં ભારતીયોની ભરતીની 91 જેટલી ઘટનાઓ સામે આવી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન આપેલા જવાબમાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે, આવી ઘટનાઓમાં દુર્ભાગ્યવશ 8ના મોત થયા છે, જ્યારે 40 જેટલા ભારતીયોનો ફરજ મુક્ત કરાયા છે, હજી 69 જેટલા ભારતીયો ફરજ મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છે.
શ્રી જયશંકરે જણાવ્યું ભારતે આ મુદ્દો ગંભીરતા પૂર્વક લીધો છે અને આ વિશે ઘણીવાર રશિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે રશિય વહીવટીતંત્રની દલીલ છે કે આ ભારતીયો રશિયન સૈન્ય સાથે કરાર કરીને જોડાયા હતા. જોકે એવા અનેક કેસો છે જેમાં નાગરિકોને ગેરમાર્ગે દોરીને રશિયન સૈન્યમાં ભર્તી કરાયા હોવાનું પણ સામે આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર તપાસ પંચે માનવ તસ્કરીના મજબૂત પુરવા મળ્યા હોય તેવી ઘટનાઓમાં 19 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 2:50 પી એમ(PM) | કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર