રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા છે અને હજુ 16 નાગરિકો ગુમ છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેરળનાં બિનિલ બાબુનું મૃત્યુ કમનસીબ છે. તેમણે જણાવ્યું કે, ઇજાગ્રસ્ત અન્ય ભારતીય નાગરિક હાલ મોસ્કોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 96 ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા છે.
Site Admin | જાન્યુઆરી 17, 2025 7:45 પી એમ(PM) | લશ્કર