રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે. ગઈકાલે મોસ્કોમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેમના સહયોગમાં રહેલા દેશો આવશ્યકપણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિના પ્રેરક છે. તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં, બ્રિક્સ વૈશ્વિક જીડીપીમાં મુખ્ય વધારો ઉત્પ્ન્ન કરશે. યુક્રેન સંઘર્ષ પર રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, રશિયા તેને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં રસ ધરાવે છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. તેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો પણ સમાવેશ થાય છે. ક્રેમલિન નેતા આવતા અઠવાડિયે રશિયન શહેર કાઝાનમાં BRICS સમિટનું આયોજન કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટમાં ભાગ લેવા માટે મંગળવારે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે.
Site Admin | ઓક્ટોબર 19, 2024 10:16 એ એમ (AM)