રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આગામી સમયમાં અંધજનો માટે ખાસ ખેલ મહાકુંભ યોજાશે. આ ખેલમહાકુંભમાં બોટાદ અને ભાવનગર જિલ્લાના સ્પર્ધકો માટેનું રજીસ્ટ્રેશન શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે કરવામાં આવશે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે વર્ષ ૧ થી ૧૮ અને ૧૯ થી ૪૫ વયજૂથ એમ બે વિભાગમાં સ્પર્ધાઓ યોજવામાં આવશે. ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો આગામી 10 જાન્યુઆરી 2025 સુધીમાં નિયત નમૂનાનું ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત સાથે રૂબરૂ રજુ કરવાનું રહેશે.