ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 2:15 પી એમ(PM)

printer

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો

રમત-ગમત મંત્રાલયે ભારતીય કુશ્તી સંઘ, W.F.I પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ નિર્ણયથી જોર્ડનના અમ્માનમાં આગામી એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિતની પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
મંત્રાલયે W.F.I ને અનુસરવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. જેમાં જણાવાયું કે, તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટેની પસંદગીઓ નિષ્પક્ષ, પારદર્શક રીતે અને સ્પોર્ટ્સ કોડ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ નિયમો અને અન્ય સત્તાવાર નિર્દેશોનું પાલન કરીને જ કરવામાં આવે. વધુમાં, મંત્રાલયે ફેડરેશનને તેના ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે સત્તાનું સંતુલન જાળવવા અને સસ્પેન્ડ અથવા બરતરફ કરાયેલા અધિકારીઓથી દૂર રહેવા સૂચના આપી છે.
અનેક ખામીઓ સામે આવતા રમતગમત મંત્રાલયે 24 ડિસેમ્બર, 2023ના રોજ W.F.I ને સસ્પેન્ડ કરી દીધું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ