રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સુરેન્દ્રનગરના લખતર વણા રોડ ઉપર આવેલ ઉમાધામ ખાતે જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. મામલતદાર આર.આર.પટેલના અધ્યક્ષ સ્થાને ૧૭,વર્ષથી ઓછી વયના ઓપન વિભાગ અને ૪૦ વર્ષથી ઉપર એમ ત્રણ વિભાગમા મળી કુલ ૧૯ ટીમોની આશરે ૨૧૦ જેટલી મહિલાઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમા ૧૭ વર્ષથી ઓછી વયના વિભાગમાં પ્રથમ નંબરે લખતર એ.વી.ઓઝા વિધાલય તથા દ્વિતીય નંબરે સાયલાની ટીમ તથા ઓપન વિભાગમા પ્રથમ ધ્રાંગધ્રા તથા દ્વિતીય લખતર તથા ૪૦ થી ઉપરમાં પ્રથમ પુષ્પાબેન ટીમ તથા દ્વિતીય માયાબેન ટીમ વિજેતા થઇ હતી.
Site Admin | જાન્યુઆરી 19, 2025 8:22 એ એમ (AM) | ખેલ મહાકુંભ