સુરતમાં ATS અને શહેર SOG પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાઇવર્ટ કરી સરકારી તિજોરીને આર્થિક નુકસાન કરવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.સુરતના અડાજણના ઝોયાજ હબ અને વેસુના એક્સુલ્યુટ દુકાનોમાં દરોડા પાડીને પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.. અડાજણ ઝોયાજ હબમાં જીઓની 500 લાઈન લઇ કોલ ડાઇવર્ટ કરવામાં આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.. સુરતના વેસુના એક્સુલ્યુટ દુકાનમાં 250 લાઈન લઇને આ કૌભાંડ આચરવામાં આવતું હતુ.. આ કોલનો માર્કેટિંગ અને ગેમિંગ માટે દૂરઉપયોગ કરવામાં આવતો હતો.
Site Admin | ડિસેમ્બર 29, 2024 7:05 પી એમ(PM)