પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, સાચું નેતૃત્વ માત્ર વ્યક્તિની સિદ્ધિઓથી નહીં પરંતુ સૌથી વધુ નબળા લોકોની સંભાળ રાખવાની ક્ષમતા દ્વારા મપાય છે તે બાબત ઉદ્યોગપતિ અને પરોપકારી રતન ટાટાનુ જીવન યાદ અપાવે છે.
એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, રતન ટાટાની ચિરવિદાયને એક મહિનો થઈ ગયો છે પરંતુ તેમની ગેરહાજરી માત્ર રાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સમાજના દરેક વર્ગમાં ઊંડે ઉંડે અનુભવાય છે. પ્રધાનમંત્રી કહ્યું કે, રતન ટાટાએ જે જીવનને સ્પર્શ્યું હતું અને જે સપનાઓને તેમણે પોષ્યા તેમાં જીવંત છે. તેમણે કહ્યું, અનુભવી ઉદ્યોગપતિઓ, ઉભરતા ઉદ્યોગસાહસિકો અને મહેનતુ વ્યાવસાયિકો તેમની ખોટ પર શોક વ્યક્ત કરે છે. તેમણે કહ્યું હતું કે રતન ટાટા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત હતા અને એ યાદ અપાવે છે કે સપનાઓ અનુસરવા યોગ્ય છે અને સફળતા કરુણા તેમજ નમ્રતા સાથે રહી શકે છે.
તેમણે ભારતીય એન્ટરપ્રાઇઝની શ્રેષ્ઠ પરંપરાઓ અને અખંડિતતા, શ્રેષ્ઠતા અને સેવાના મૂલ્યો પ્રત્યે અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Site Admin | નવેમ્બર 9, 2024 10:33 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | India | news | newsupdate | Ratan Tata | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | ભારત | રતન ટાટા