રાજકોટનાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગુજરાત હવે જમ્મુ કાશ્મીર અને કેરળ વચ્ચેની મેચનાં વિજેતા સામે સેમિ ફાઇનલ રમશે.
પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્ર 216 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ગુજરાતે ઉર્વિલ પટેલનાં 140 અને જયમીત પટેલનાં 103 રનની મદદથી 511 રનનો તોતિંગ સ્કોર બનાવીને સૌરાષ્ટ્ર પર 295 રનની મજબૂત સરસાઈ મેળવી હતી. બીજી ઇનિંગમાં મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ 197 રનમાં ઓલઆઉટ થતાં ગુજરાત એક ઇનિંગ 98 રનથી જીત્યું હતું. ગુજરાત વતી પ્રિયજીતસિંહ જાડેજાએ ચાર અને અરઝણ નાગવાસવાલાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 7:09 પી એમ(PM) | રણજી ટ્રોફી મેચ
રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું
