રણજી ટ્રોફીમાં ગઇકાલે પ્રથમ દિવસના અંતે ગુજરાત મજબૂત સ્થિતિમાં છે. જ્યારે વડોદરાના છ વિકેટે 241 રન તથા સૌરાષ્ટ્ર 203 રને ઓલઆઉટ થયું છે.
ગઇકાલથી જ શરૂ થયેલી રણજીત ટ્રોફી મેચમાં વડોદરા-મુંબઈ, સૌરાષ્ટ્ર-તામીલનાડુ અને ગુજરાત –હૈદરાબાદ વચ્ચે મેચનો પ્રારંભ થયો છે.
ગઇકાલે પ્રથમ દિવસે ગુજરાતે મનન હિંગરાજીયાની સદીની મદદથી આઠ વિકેટે 335 રન કર્યા છે. ગુજરાતે શરૂઆતમાં 38 રનમાં ત્રણ વિકેટે ગુમાવ્યા બાદ મનને એક છેડેથી શાનદાર રમત બતાવતા અણનમ 174 રન કર્યા હતા.
બીજી તરફ સૌરાષ્ટ્ર-તામિલનાડુ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ દિવસે 203 રને સમેટાઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી વસાવડાએ 62 અને ચિરાગ જાનીએ 34 રન કર્યા હતા. તામિલનાડુ માટે સોનુ યાદવ, એમ મહોમ્મદ, સાઇ કિશોરે ત્રણ ત્રણ વિકેટો ઝડપી હતી.
બરોડા-મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ ગઇકાલે છ વિકેટે 241 રન કર્યા હતા. બરોડા વતી મિત્તેશ પટેલ 86, અતિત શેઠે 60 રન કર્યા હતા. મુંબઇ તરફથી શમ્સ મુલાણી અને તનુષ કોટકે બે-બે વિકેટ ઝડપી હતી..
Site Admin | ઓક્ટોબર 12, 2024 9:23 એ એમ (AM) | રણજી ટ્રોફી