રણજી ટ્રોફીની ઇલાઇટ સિઝનમાં રમાઇ રહેલી વડોદરાની મેચમાં બરોડાની ટીમ મજબૂત સ્થિતિમાં છે.. પહેલી ઇનિગમાં 290 રનના સ્કોર સામે મુંબઇની ટીમ વડોદરાની ટીમના બોલરો સામે ઘૂંટણીએ પડી ગઇ હતી. ભાર્ગવ ભટ્ટે ચાર, આકાશસિંઘે ત્રણ અને મહેશ પિઠીયાએ બે વિકેટ ઝડપતા મુંબઇની ટીમ 214માં ઓલઆઉટ થઇ ગઇ હતી.. બરોડાની ટીમે 76 રનની સરસાઇ મેળવી હતી બીજા દિવસની રમતના અંતે વડોદરાએ વિના વિકેટે નવ રન બનાવ્યા છે.
જ્યારે સિકંદરાબાદમાં રમાઇ રહેલી ગુજરાત અને હૈદ્રાબાદની મેચમાં ગુજરાતના 343 રનના જવાબમાં બીજા દિવસની રમત બંધ રહી ત્યારે સાત વિકેટ ગુમાવીને 222 રન કર્યા હતા હજુ હૈદ્રાબાદની ટીમ ગુજરાતથી 121 રન પાછળ છે.
કોઇમ્બતુરમાં રમાઇ રહેલી સૌરાષ્ટ્ર અને તામિલનાડુની મેચમાં સૌરાષ્ટ્રના 203 રનના જવાબમાં તામિલનાડુએ ત્રણ વિકેટના ભોગે 278 રન બનાવીને 75 રનની સરસાઇ હાંસલ કરી હતી.
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:13 પી એમ(PM)