ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 6:37 પી એમ(PM) | રેરા

printer

રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-Guj RERA સાથે જેનાં પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા પ્રમોટર્સ માટે રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની યાદીમાં જણાવ્યું કે, ફોર્મ-5 ભરવામાં કસૂર કરનારા પ્રમોટર્સને વધારાની એક છેલ્લી તક મળે તે માટે 31 માર્ચ સુધી ઓર્ડર નંબર 102થી નિયત થયેલી જોગવાઇ મુજબ આ સુવિધા આપવામાં આવી છે. આ જોગવાઇઓ અને સમયમર્યાદાનું પાલન નહીં કરે તેવા પ્રમોટર્સ રેરા એક્ટર હેઠળ કાયદાકીય કાર્યવાહીને પાત્ર રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ