ભાઇ બહેનના સ્નેહ દર્શાવનારા રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત નર્મદાની જિલ્લા જેલમાં આજે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયુ હતુ. બહેનોએ રાખડી બાંધી બંદીવાન ભાઈઓને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી સારા નાગરિક બનવા શુભેચ્છા પાઠવી હતી.
જ્યારે પાટણ જિલ્લામાં પાટણ યુનિટની હોમગાર્ડઝ બહેનો દ્વારા પાટણ જિલ્લા હોમગાર્ડના અધિકારીઓ, સભ્યોને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.
મહીસાગર જીલ્લામાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સીનીયર સીટીઝન અને એકલવાયું જીવન જીવતા લોકોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી
પંચમહાલના હાલોલની એક શાળામાં રાખી સ્પર્ધાનું પણ આયોજન કરીને રક્ષાબંધનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.. જેમાં 357 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.