રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલવામાં આવી છે.એમ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું.કે રક્ષાબંધનના એક દિવસ અગાઉ એટલે કે, આજે પણ ટપાલ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રી યાદવે ઉંમેર્યું, ટપાલ કચેરીઓમાંથી વિદેશમાં સ્પીડપોસ્ટ અને રજિસ્ટર્ડ ડાક દ્વારા મોટા પ્રમાણમાં રાખડીઓ મોકલવામાં આવી રહી છે. લગભગ દોઢ લાખ રાખડી અમદાવાદ ક્ષેત્ર હેઠળની ટપાલ કચેરી દ્વારા વિદેશ માટે નોંધવામાં આવી છે. આમાં મોટા ભાગની રાખડી સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ, સિંગાપોર, કેનેડા, રશિયા, સંયુક્ત આરબ અમીરાત, જર્મની, જાપાન, ચીન વગેરે દેશમાં મોકલવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:18 એ એમ (AM) | કૃષ્ણકુમાર યાદવ