ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:06 પી એમ(PM)

printer

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માગ્યો છે.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતમાં વય છેતરપિંડી વિરુદ્ધ રાષ્ટ્રીય સંહિતા 2025ના મુસદ્દા પર લોકો અને હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માગ્યો છે, જેનો ઉદ્દેશ વય છેતરપિંડીને ઘટાડવી, સાચા ખેલાડીઓનું રક્ષણ કરવાનો છે. આ વય રેકોર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષિત ઠરેલા ખેલાડીઓ, કૉચ અને અધિકારીઓ પર કડક દંડ લાદશે.
તેની મુખ્ય વિશેષતાઓમાં ફરજિયાત વય ચકાસણી અને ડિજિટલ લૉકિંગ, એક સમર્પિત રાષ્ટ્રીય ડેટાબેઝ, ક્યૂઆર સક્ષમ ઓળખપત્ર અને વય વિસંગતતાઓ માટે તબીબી તપાસ વગેરેનો સમાવેશ થાય છે. હિસ્સેદારો અને લોકો 31 માર્ચ સુધી section.sp3-moyas@gov.in પર સૂચનો આપી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ