યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું.છઠ્ઠી એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપમાં સફળતાપૂર્વક ખિતાબ જાળવી રાખવા બદલ આ સન્માન કરાયું હતું. મંત્રીએ ટીમને તેમની સફળતા બદલ 67 લાખ 50 હજાર રૂપિયાના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી. ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, સરકાર મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે તમામ પ્રયાસો કરશે. ઈરાનના તેહરાનમાં માર્ચ દરમિયાન યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે યજમાન ટીમ ઈરાનને હરાવીને સફળતાપૂર્વક પોતાનો ખિતાબ જાળવી રાખ્યો હતો.
Site Admin | માર્ચ 12, 2025 9:56 એ એમ (AM)
યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય મહિલા કબડ્ડી ટીમનું સન્માન કર્યું હતું.
