ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બનેલા રાજ્યના યુવાનોને સમ્માનિત કરાયા

ગાંધીનગર ખાતે શ્રમ – રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓને ચંદ્રક, ચેક અને પ્રમાણપ્રત્ર આપી સન્માનિત કરાયા. રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને મંત્રીશ્રીના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા 12 નેશનલ કક્ષાનાં વિજેતાઓને ચંદ્રક અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યા. રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે યોજવામાં આવેલ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-2024મા રાજ્ય કક્ષાએ ગુજરાતના 2 સ્પર્ધકોને સુવર્ણ, 2 સ્પર્ધકોને રજત, 2 સ્પર્ધકોને કાંસ્ય ચંદ્રક તેમજ 7 સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ ચંદ્રક પ્રાપ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા દ્વારા 15 જુલાઈને “વિશ્વ યુવા કૌશલ્ય દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. આ વર્ષે “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” ના વિષયવસ્તુ સાથે આ દિવસની ઉજવણી થઈ રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ