કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે યુવાનોની ઉજ્જવળ કારકિર્દી માટે પુસ્તકો પાયાનું માધ્યમ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેર ખાતે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી બેરાએ આમ જણાવ્યું હતું.
આ અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયમાં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ અદ્યતન બિલ્ડિંગનું નવનિર્માણ થાય ત્યાં સુધી હંગામી ધોરણે તાલુકા સેવા સદન ખાતે તાલુકા પુસ્તકાલય કાર્યરત રહેશે. શ્રી બેરાએ ભાણવડ તાલુકામાં અંદાજે 78 લાખ રૂપિયાથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આંબરડી, કાટકોલા અને સણખલામાં નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
Site Admin | માર્ચ 23, 2025 3:26 પી એમ(PM)
યુવાનોની ઉજ્જવળ કારકિર્દી માટે પુસ્તકો પાયાનું માધ્યમ : કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
