ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 2:10 પી એમ(PM)

printer

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું

યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંધમમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઈનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને, પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે 41 રનની તોફાની ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતે, અંબાતી રાયડુની અડધી સદીની મદદથી 19.1 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવીને ટાઇટલ જીત્યું હતું. 157 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે જોરદાર શરૂઆત કરી હતી.
રોબિન ઉથપ્પા અને અંબાતી રાયડુ વચ્ચે પ્રથમ વિકેટ માટે 34 રનની ભાગીદારી થઈ હતી. ગુરકીરત સિંહે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રનની ઇનિંગ રમી હતી. યુસુફ પઠાણે 30 રન બનાવ્યા હતા. જ્યારે યુવરાજ 15 રન અને ઈરફાન પાંચ રન બનાવીને અણનમ રહયા હતા.
પાકિસ્તાન તરફથી આમિરે બે જ્યારે સઈદ અજમલ, વહાબ રિયાઝ અને શોએબ મલિકને એક-એક વિકેટ મળી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ