કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં આયોજીત રોબોટીક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ભારતીય એમ્બેસી દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. લાઈન-ફોલોઇંગ રોબોટ,ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એંટરપ્રેન્યોરશિપ ચેલેન્જમા ભાગ લઇને ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. એમણે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સથી પ્રેરિત પ્રોજેક્ટ જેવા એઆઈ બેસ્ડ વેસ્ટ સેગરેગેશન સીસ્ટમ બાળકોની દેખભાળ માટે રોમા રોબોટ અને મિક્સડ રીયાલીટી એપ પ્રસ્તૃત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 14, 2024 4:31 પી એમ(PM) | daman | India | indian embassay | robotics